Please use this identifier to cite or link to this item:
http://library.ediindia.ac.in:8181/xmlui//handle/123456789/14392
Title: | ભાષા જાય તો સંસ્કૃતિ જાય : આપણે યાદ રાખવાનું છે |
Authors: | Rawal, Hema |
Keywords: | ગુજરાતી ગાંધીગિરા સંસ્કૃતિ ભાષા |
Issue Date: | Oct-2024 |
Publisher: | Sarvodaya Offset |
Abstract: | જો આપણને ગુજરાતીઓને કોઈ એવું પૂછે કે ‘તમે સવારે ઊઠો ત્યારથી ઊંઘો ત્યાં સુધીમાં તમને કોઈ પણ વિચાર આવે છે તે કઈ ભાષામાં આવે છે? અથવા તો, તમને સપનું કઈ ભાષામાં આવે છે?” તો આપણામાંથી દરેકનો જવાબ ‘ગુજરાતી’ હશે એવું હું ખાતરીપૂર્વક કહી શકું. આવું દરેક ભાષાના ભાષકને એની પોતાની માતૃભાષાની બાબતમાં અનુભવાતું હોય છે. માતૃભાષા આપણો માનસપિંડ ઘડવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. માતાના વાત્સલ્યનું પોષણ પામીને બાળક ખીલી ઊઠે છે એમ માતૃભાષામાંથી મળતાં જીવનનાં અમીનું સીંચન આપણા માનસમાં, વ્યક્તિત્વમાં સમગ્રપણે એક ખીલેલી સભરતા આણે છે. માતા અને બાળકની વચ્ચે જેવું જોડાણ હોય છે એવું જ જોડાણ આપણી અને આપણી માતૃભાષાની વચ્ચે હોય છે. માતાનો ખોળો, માની મમતાનો પાલવ બાળકને જે હૂંફ અને સલામતીની અનુભૂતિ કરાવે છે એનો જગતમાં કોઈ વિકલ્પ નથી. એવા જ સહજ વાત્સલ્યની, એવી જ નિરાંતની અનુભૂતિ હું જયારે ગુજરાતીમાં કોઈ સાથે વાત કરું કે લખું-વાંચું ત્યારે મને થાય છે. |
URI: | http://library.ediindia.ac.in:8181/xmlui//handle/123456789/14392 |
ISBN: | 9789334135381 |
Appears in Collections: | Articles |
Files in This Item:
File | Description | Size | Format | |
---|---|---|---|---|
Hema Rawal.pdf Restricted Access | 4.23 MB | Adobe PDF | View/Open Request a copy |
Items in DSpace are protected by copyright, with all rights reserved, unless otherwise indicated.